ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ 58 બૂથ પર મતદાન થઈ રહ્યું છે અને આ ગુરૂવારે મતગણતરી યોજાશે.
સામાન્ય રીતે વિવિધ શ્રેણીની નવ બેઠક માટે સભ્યની ચૂંટણી કરવાની હોય છે, પણ આમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે એક બેઠક માટે કોઈ આવેદન ન ભરાતા તેની પર ચૂંટણી નહીં થાય. અન્ય 2 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આમાંથી એક બેઠક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકના પ્રતિનિધિ માટેની છે. જ્યારે બીજી બેઠક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકોના પ્રતિનિધિની છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 3:02 પી એમ(PM)