ગુજરાત, મહારાષ્ટ્ર, મરાઠવાડા સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અને રાજસ્થાન, વિદર્ભમાં આજે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરાં પડવાની સંભાવના છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી મોડી રાત અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી છે.
દરમિયાન રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થતાં ઠંડીમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના નોઈડા, ગુરુગ્રામ અને અન્ય સ્થળોએ આજે અને આવતીકાલે વધુ વરસાદની આગાહી માટેનું યલો એલર્ટ આપ્યું છે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 1:40 પી એમ(PM) | rain forcast | weather forecast | Weather Update