ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 7:24 પી એમ(PM)

printer

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે. અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી ‘બેટ દ્વારકા’ને વિશ્વકક્ષાએ નામના મળે તેવી રીતે કાયાપલટ કરાશે. જેના માટે પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માટે ૧૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આ વિકાસ કાર્યોમાં મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર, ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો ‘નોર્થ-પદમ બીચ’, યાત્રીકોની સુવિધામાં વધારો કરવા વિવિધ કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દ્વારકાધીશ મંદિર વિકાસ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર તથા હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ