રાજ્યભરમાં નવરાત્રિનો ભારે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે ૫ અને ૬ ઓકટોબરનાં રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી દરમ્યાન એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ, એકતાનગરના રહેવાસીઓ અને અહીં ફરજ બજાવતા કર્મયોગીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર નારાયણ માધુ અને ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યુ છે, અહિંયા તહેવારો દરમ્યાન અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. લોકો આ ગરબામાં નિ:શુલ્ક ભાગ લઇ શકે છે.
દરમિયાન, રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારે અરવલ્લીના મોડાસામાં રમઝટ નવરાત્રી મહોત્સવ તેમજ રામપાર્ક નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો..
Site Admin | ઓક્ટોબર 4, 2024 3:15 પી એમ(PM) | નવરાત્રિ