દરિયાકિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો છે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે તથા કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 8:38 એ એમ (AM)