ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે, જે અંતર્ગત હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરાશે. આ નિર્ણાયક પગલું નાગરિકોની નાણાકીય સુરક્ષા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય અપાવવાની ખાતરી દર્શાવે છે.
એક યાદીમાં જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનનારા વ્યક્તિઓના 2 લાખ 14 હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, સાયબર સેલ રાજ્યના નાગરિકો માટે ડિજિટલ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે સક્રિય છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 7:55 પી એમ(PM) | ગુજરાત પોલીસ