ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં ૮૩૬ કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કરી ૧૪ આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિષે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી છે. અન્ય દેશોમાંથી દરિયાઇ માર્ગે ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવામાં ગુજરાત પોલીસ સતત સતર્ક છે.
આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટેના ર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ રાજ્યમાં અમલમાં છે.
યુવાનોને આ ચુંગાલથી દૂર રાખવા સંતો-મહંતો, નેતાઓ-અભિનેતાઓ, સહિત તમામ જાગૃત નાગરિકોને ‘એક પરિવાર’ બનીને સહયોગ આપવા તેમણે અપીલ કરી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 7:36 પી એમ(PM) | ગુજરાત પોલીસ