કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે. અરબી સમુદ્રમાં રચાયેલ હવાનું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં
ફેરવાઈ જશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડું થવાની સંભાવના છે.અસના ચક્રવાત ભારતીય દરિયાકાંઠાને અસર કરે તેવી શક્યતા નથી કારણ કે તે આગામી બે દિવસમાં તેનાથી દૂર જવાની ધારણા છે.દરમિયાન, કચ્છના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત ચક્રવાતને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં આવી છે અને નજીકના ઝૂંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે દરિયાની સ્થિતિ વધુ વણસી જવાની આશંકા હોવાથી મુન્દ્રા, કંડલા અને જખૌ બંદરો પર ચેતવણીના સંકેતો મુકવામાં આવ્યા છે.અમારા સંવાદદાતા જણાવે છે કે, આજે કચ્છ જિલ્લામાં બહુ ઓછો વરસાદ થયો હતો.
Site Admin | ઓગસ્ટ 30, 2024 7:33 પી એમ(PM) | અસના ચક્રવાત