ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 9:34 એ એમ (AM)

printer

ગુજરાત ટુરિઝમ અને ગુજરાત રાજ્ય વેપારી મહામંડળ- GCCIના સંયુક્ત ઉપક્રમે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે “પ્રાદેશિક ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત ટુરિઝમ અને ગુજરાત રાજ્ય વેપારી મહામંડળ- GCCIના સંયુક્ત ઉપક્રમે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે “પ્રાદેશિક ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
GCCI ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ જણાવ્યું કે, GCCI ના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના વિવિધ પ્રયાસો કરાયાં છે. તેમણે સમગ્ર વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ માટે પસંદગીના સ્થળ તરીકે રાજ્યના વધતા જતા મહત્વનો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યનાં પર્યટન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, પર્યટન ક્ષેત્ર એ બીજા ક્રમનું સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે અને ગુજરાતમાં તેની પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક સમૃદ્ધિને કારણે પ્રવાસન ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ