ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે, NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી.
આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.. ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે આગામી ત્રણ વર્ષમાં ભારતનું 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના નિર્ધારને દોહરાવ્યો હતો..
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM) | MoU