હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કેરળ, તેલંગાણા, તટીય આંધ્ર પ્રદેશ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
દરમિયાન આજે ઝારખંડ અને ગંગાતટીય પશ્ચિમ બંગાળમાં તથા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પૂર્વ રાજસ્થાનમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. દેશનાં પૂર્વ ભાગોમાં પણ અતિ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.