ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કેરળ, માહે અને કર્ણાટકમાં આજે અને આવતીકાલે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
દરમિયાન આગામી બેથી ત્રણ દિવસ ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં, યનમ અને રાયલસીમામાં ભારે પવન ફૂંકાવવાની અને સામાન્ય વરસાદ વરસી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં આજે ગરમ હવા ફૂંકાવવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
Site Admin | એપ્રિલ 2, 2025 2:25 પી એમ(PM)
ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી
