ગુજરાત એ.ટી.એસ.એ ભારતીય કોસ્ટગાર્ડની માહિતી લીક કરનાર પોરબંદરના યુવકની ધરપકડ કરી છે. પોરબંદર જેટી ઉપર મજૂરી કામ કરતાં યુવકે, પોરબંદરના કોસ્ટગાર્ડ જેટી તથા જેટી ઉપરના ભારતીય કોસ્ટગાર્ડની બોટો અંગેની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડીયાના માધ્યમથી પાકિસ્તાન આઇ.એસ.આઇ. એજન્ટને આપી હોવાની અને બદલામાં આર્થિક લાભ પણ લીધો હોવાની પ્રાથમિક માહિતી એટીએસને મળી હતી.
રાજ્યના એ.ટી.એસ. વિભાગની તપાસમાં યુવકના વોટ્સએપ ચેટથી સમગ્ર બાબત પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. એટીએસ એ યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:20 પી એમ(PM)