ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1,658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ છે. આ ભરતી કરાર આધારિત 5 વર્ષ માટેની રહેશે. જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 21 હજાર એકસો રૂપિયા ફિક્સ પગાર ચૂકવમાં આવશે. ઉમેદવારો 5 જાન્યુઆરી સુધી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. જેમાં ઉમેદવારોએ પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે.
હેલ્પરની કુલ 1,658 જગ્યામાંથી બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પક્ષાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ માજી સૈનિક અને દિવ્યાંગો માટે નિયમ મુજબ જગ્યા ફાળવવામાં આવી છે. ભરતી અંગેની સૂચના જીએસઆરટીસીની વેબસાઈટ પર મુકાશે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:10 એ એમ (AM) | ગુજરાત એસટી નિગમ
ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1 હજાર 658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ
