ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ -GETRI અંતર્ગત વિભાગ સેન્ટર ફૉર નેટ-ઝીરો એનર્જી ટ્રાન્ઝિશને લૉન્ગ ડ્યૂરેશન એનર્જી સ્ટૉરેજ કાઉન્સિલ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્યના ઊર્જા અને પેટ્રૉ-કેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના કાર્યવાહક અગ્રસચિવ મુકેશ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
G.U.V.N.L અને L.D.E.S. કાઉન્સિલ વચ્ચેના સમજૂતી કરાર લાંબા સમયના ઊર્જા સંગ્રહના ઉકેલના વ્યાપક મૂલ્યાંકન માટેનો માર્ગ મોકળો કરે છે. આ ટેકનોલૉજી ગ્રીડ સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સૉલર અને પવન-ઊર્જા જેવી પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના સંકલનને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. તેમ જ પુનઃપ્રાપ્ય ઊર્જાના પરિવર્તનને પહોંચી વળવા, લાંબા સમયના એનર્જી સ્ટોરેજ ડિકાર્બૉનાઈઝેશન પ્રયાસને મહત્વપૂર્ણ રીતે આગળ ધપાવી શકે છે અને સ્થિર ઊર્જા ભવિષ્ય તરફની ગતિને પ્રોત્સાહન આપી શકે છે.
Site Admin | જુલાઇ 1, 2024 7:43 પી એમ(PM) | GETRI | ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ