ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 9:15 એ એમ (AM)

printer

ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળે ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે “વીમા” લાભ મેળવવા ઉદ્યોગો માટે “ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક” શરૂ કર્યું

ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળ- જીસીસીઆઈએ રાજ્યમાં તાજેતરના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે “વીમા” લાભ મેળવવા માટે ઉદ્યોગોને માર્ગદર્શન આપવા “ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક”ની સ્થાપના કરી છે. આ એકમ દ્વારા વિવિધ વ્યાપાર તેમ જ ઔદ્યોગિક એકમોને વરસાદના લીધે થયેલા નુકસાન સામે દાવો રજૂ કરવા માર્ગદર્શન અપાશે તેમજ તેમને પડતી મુશ્કેલીનું નિવારણ પણ કરાશે.
GCCI “ઇન્શ્યોરન્સ ટાસ્કફોર્સ” અને “મહાજન સંકલન ટાસ્કફોર્સ” દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેઓના વીમા દાવા સબમિટ કરવા અથવા આ સંદર્ભે માર્ગદર્શન મેળવવા માટે GCCIનો સીધો સંપર્ક અથવા તેઓના સંબંધિત વેપાર/ઉદ્યોગ એસોસિએશન દ્વારા dy.sec@gujaratchamber.org નો સંપર્ક કરી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ