ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 6 લાખ 14 હજારથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત, સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યુ

વડોદરા ખાતે કાર્યરત ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 6 લાખ 14 હજારથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત, સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યુ છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે આ પરીક્ષણથી રાજ્ય સરકારને અંદાજે 184 કરોડ રૂપિયાથી વધુની આવક પણ થઇ છે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, ગેરી દ્વારા આધુનિક ઉપકરણોથી તેમજ પૂરતા માનવ સંસાધનના પરિણામે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં અગત્યના માટી પરીક્ષણ, ક્રોંક્રીટ મિક્સ ડિઝાઇન તેમજ આસ્ફાલ્ટ મિક્સ ડિઝાઇનના મળીને 9 હજાર 228 સફળ પરીક્ષણ કરાયા છે. શ્રી પટેલે ઉમેર્યું કે મુખ્યમથક વડોદરા સહિત ગેરી અંતર્ગત રાજ્યભરમાં કુલ 24 આધુનિક પ્રયોગશાળાઓ કાર્યરત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ