ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 5:14 પી એમ(PM) | ચોથી ધમ્મયાત્રા

printer

ગુજરાત આવેલી ચોથી ધમ્મયાત્રાના સભ્યોએ ગાંધીનગરમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી

ગુજરાત આવેલી ચોથી ધમ્મયાત્રાના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી.મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવાના આશય સાથે ધમ્મયાત્રાનું આયોજન કરાયું છે.આ યાત્રા બીજી ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતમાં ભ્રમણ કરી રહી છે.આ ધમ્મયાત્રા દરમિયાન રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી તથા વડોદરાની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઈલેન્ડની બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે કરાર થયા છે.ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન વિકાસના ક્ષેત્રે પરસ્પર સહયોગ
લેવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ