ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે.
ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક સફળતાનું વર્ષ બન્યું છે.
આ પ્રસંગે રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધશે. ગુજરાતમાં દેશના વિવિધ ફેડરેશનો સાથે મંત્રણા કરીને અનેક રમતોનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનને 30 લાખ રૂપિયા મદદની જાહેરાત કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીથી ચાલનારી બાસ્કેટબોલ સ્પર્ધામાં દેશના 900 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ