ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત જાપાન પાર્ટર્નશીપ ડે અંતર્ગત ગુજરાત અને જાપાનના શિઝૂઑકા પ્રિફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ, શિઝૂઑકા બિઝનેસ ઈન્ટર્ન પ્રૉગ્રામ અન્વયે મેમૉરેન્ડમ ઑફ કૉ-ઑપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે પરસ્પર સહકાર માટેની દરખાસ્ત, વર્સેટાઇલ માઇક્રો ઈ-મૉબિલિટી પ્રૉજેક્ટ માટે કરાર, સુઝૂકી મૉટર કૉર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે કરારનો સમાવેશ થાય છે.મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ કરારથી વેપાર, વાણિજ્ય, ટેકનોલોજી, નવીનતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ પ્રવાસન જેવા ક્ષેત્રોમાં એકબીજાના સામર્થ્યનો લાભ મળશે.જ્યારે શિઝૂઑકા પ્રિફેક્ચરના ગવર્નર સુઝૂકી યાસુતોમોએ આ મૈત્રી કરાર ભવિષ્યમાં ગુજરાત અને શિઝુઓકાના વિકાસ માટેનું એક ઐતિહાસિક પગલું પૂરવાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 24, 2024 7:26 પી એમ(PM) | પાંચ મૈત્રી કરાર