ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ” માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અભિનેત્રી માનસી પારેખને આ પુરસ્કાર આપ્યો હતો.સમારોહ દરમિયાન હિન્દી સિનેમાના અભિનેતા મિથુન ચક્રવર્તીને ફિલ્મ જગતના સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
Site Admin | ઓક્ટોબર 8, 2024 7:27 પી એમ(PM) | કચ્છ એક્સપ્રેસ