ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં હતા.
રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 61.65 ટકા તેમજ ત્રણ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 65.07 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ