ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૯.૬૬ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અંદાજે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટમાં પાંચ ઇંચ વરસાદ નોઁધાયો હતો.
રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે, ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન અને એસ ડી આર એફ ની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે તેની પણ વિગતો આપવામાં આવી હતી.
ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે.
પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં ૨૩,હજાર ૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧હજાર ૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તે સંજોગોમાં નાગરિકો, પ્રજાજનોને પણ સાવચેતી-સલામતી રાખવા અનુરોધ કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:52 પી એમ(PM) | વરસાદ