ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરસાઇ ભોગવી રહ્યુ હોવાના છેલ્લા અહેવાલ મળી રહ્યાં છે. આજે સવારથી 66 નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણી સહિતની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ હતી.
અત્યાર સુધી મળેલા અહેવાલ અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ ફરી વિજય તરફ આગળ છે.અત્યાર સુધીના અહેવાલ અનુસાર 60 બેઠક માટેની ચૂંટણીમાંથી 48 બેઠક ઉપર ભાજપ અગ્રેસર છે જ્યારે અગિયારમાં કોંગ્રેસનો અને એકમાં અપક્ષ આગળ છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:31 પી એમ(PM) | ચૂંટણી
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ મોટા ભાગની બેઠકો પર જીત તરફ અગ્રેસર
