સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે ૨ લાખ ૨૭ હજાર સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જિલ્લામાં કયા સર્વે નંબર પર કયા પાકનું વાવેતર કર્યું છે તે મોબાઇલ એપ દ્વારા જાણી શકાશે.
પાટણ જિલ્લામાં પણ ખેડૂતોના ખેતરમાં વાસ્તવિક રીતે કયા પાકોનું કેટલા વિસ્તારમાં વાવેતર થયું છે તેની મોજણી માટે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, જીલ્લાના નવ તાલુકાઓમાં આ કામગીરી 45 દિવસ સુધી ચાલશે. પાટણ જિલ્લાના તમામ 3 લાખ 69 હજારથી વધુ સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને તમામ સર્વે નંબરનું સર્વેયરો દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરાશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 4:11 પી એમ(PM) | ગુજરાત