ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે. નવરાત્રીથી ભાઈબીજ સુધીનાં તહેવારોમાં અમદાવાદમાં વાહનોની ખરીદીમાં પણ વધારો થાય છે. ખાસ કરીને દશેરા, પુષ્યનક્ષત્ર, તેમજ ધનતેરસના દિવસે વાહનોનાં વેચાણમાં મોટો વધારો થાય છે. અમદાવાદ RTOમાં નવરાત્રીથી ભાઈબીજ સુધીમાં 24 હજાર 856 વાહનનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 16 હજાર 824 ટુ વ્હીલર, 438 ઇલેક્ટ્રિક વાહનનો સમાવેશ થાય છે.
ગત વર્ષે નવરાત્રીથી ભાઈબીજ સુધીમાં 22 હજાર 474 વાહનનું રજીસ્ટ્રેશન થયું હતું, જેમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,299 હતી. આમ, ઇલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ આરટીઓમાં 40 લાખથી વધુ વાહનો રજિસ્ટર થયેલા છે.
Site Admin | નવેમ્બર 7, 2024 12:03 પી એમ(PM)
ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે.
