ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2024 8:13 પી એમ(PM) | ભારે વરસાદ

printer

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે વલસાડ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્માં ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 30થી 40 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે..
આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, દાહોદ જેવા જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે 28 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ , દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજીતરફ આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ ચાર ઇચ વરસાદ વરસ્યો છે. ભાવગરમાં ત્રણ ઇંચ અને કોડિનારમાં ઇઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ