ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 7:59 પી એમ(PM)

printer

ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી આરંભ થયો

ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા કહ્યુ હતું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પહેલા ખેલ મહાકુંભમાં આશરે 13 લાખ રમતવીરોએ ભાગ લીધો હતો અને હવે 71 લાખથી વધુ રમતવીરો ખેલ મહાકુંભમાં ભાગ લઇ રહ્યા છે.
સત્તાવાર યાદી મુજબ 9 થી 60 વર્ષ વયજૂથના રમતવીરો 39 સ્પર્ધાઓમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ રમતવીરો માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ