ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથેની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે.
ઉલેખનીય છે કે , જામનગર જિલ્લાના ૨૭ હજાર ૮૨૩ ખેડૂતો ૧૮ હજારથી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીની ખેતી કરવામાં આવે છે. જેમાં બાર હજારથી વધુ ખેડૂતો આઠ હજારથી વધુ એકર જમીનમાં મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે. આ સિવાય શાકભાજી, ઘઉં, ચણા અને કપાસ તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં અત્યારે ૧૭૧ મોડેલ પ્રાકૃતિક ફાર્મ આવેલા છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:22 પી એમ(PM)