ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદ ખાતે જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૧મા પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી.
આ પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ વિવિધ વિદ્યાશાખાના ૫૮૦ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા ૪૩ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું બહુમાન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.
તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા કહ્યું હતુંકે આજે આ પધ્ધતિથી ખેતી કરનારો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બન્યો છે અને વધુ ઉપજ મેળવી રહ્યો છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:53 પી એમ(PM)