ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 7:31 પી એમ(PM) | વિકાસ સપ્તાહ

printer

ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા

ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. આઈકોનિક સ્થળોએ વિકાસ યાત્રા યોજાઈ રહી છે.
વિકાસયાત્રામાં સીમાચિન્હ રૂપ બનેલા અને દેશના પ્રથમ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ આજે દેશ-વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. આઇકોનિક અટલ બ્રિજ, જૉય રાઇડ, રિવર ક્રુઝ, ચિલ્ડ્રન પાર્ક, સ્પોર્ટ્સ પાર્ક, બાયોડાઇવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટરમાં પ્રતિમાસ લાખો મુલાકાતીઓ નિહાળી રહ્યા છે.
વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ડાંગના વઘઇમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં વઘઈ તાલુકાનું નવનિર્મિત બી.આર.સી. ભવન, બોરખલ અને કડમાળ પ્રાથમિક શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરાયું.
પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ કક્ષાએ આવેલી તમામ કચેરીઓ ખાતે કર્મયોગીઓ, આગંણવાડી બહેનો તથા ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા / વિકાસ શપથ લીધા હતાં.
કચ્છ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓના આયોજન સાથે વિદ્યાર્થીઓએ “ભારત વિકાસ ”ની પ્રતિજ્ઞા લઇને ભારતના વિકાસમા મન-વચન કર્મથી સહયોગ આપવા નિશ્ચય કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ