ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે લોકાર્પણ અને ખાતમુર્હત કર્યા હતા.

ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે લોકાર્પણ અને ખાતમુર્હત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઇપણ દેશ કે રાજ્યના વિકાસમાં કાયદો, વ્યવસ્થા અને ન્યાય પ્રણાલિનું મહત્વનું યોગદાન હોય છે. લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે અતિ આવશ્યક છે.
આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, મજબૂત ન્યાયપાલિકા રાષ્ટ્ર ઉત્થાનના પાયાના સ્તંભમાંની એક છે. કોઇપણ રાષ્ટ્રના વિકાસમાં તેની ન્યાય વ્યવસ્થાનું મહત્વનું યોગદાન છે. આજના આધુનિક યુગમાં મજબૂત જ્યુડીશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો ઉપયોગ ન્યાયતંત્રની સૌથી મહત્વની જરૂરિયાતો છે. આ બંને બાબતોના અમલીકરણમાં ગુજરાતની વડી અદાલત મોખરે છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે આ પ્રસંગે કહ્યું હતું કે, માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બને છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી આજે અનેક નવાપ્રકલ્પોનો શિલાન્યાસ અને ખાતમુર્હત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ સહિતના ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ