તાજેતરમાં વન વિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરી કરવામાં આવી, જેમાં ગુજરાતના 4 હજાર, 87 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન ડોલ્ફીન કચ્છના ઓખાથી ભાવનગરના નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યૂરીના વિસ્તારમાં હોવાની શક્યતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે માનવ મિત્ર જળચર તરીકે ઓળખાતી ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાતના દરિયાકાંઠે ઇન્ડિયન ઓસન હમ્પબેક પ્રજાતિની ડોલ્ફીન જોવા મળી છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ડોલ્ફિન ગણતરી પદ્ધતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, બે દિવસ ચાલેલા આ સર્વેમાં વિવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિક, નિરીક્ષક, ફોટોગ્રાફર અને ક્ષેત્ર સહાયક એમ કુલ મળીને ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા.
Site Admin | ઓક્ટોબર 17, 2024 4:14 પી એમ(PM) | ડોલ્ફીન