ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની દરખાસ્ત મંજૂર

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. 3,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે.

આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ હશે.આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે. જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઇલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021 ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 76 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જૂન, 2023માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ