દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિક્ષણથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે.
દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગ અનુસાર સિક્કિમ, તટિય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ જ્યારે કે કેટલાક અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉપરાંત ઓડિશા, મરાઠવાડા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તટિય આંધ્ર પ્રદેશ, દક્ષિણ પૂર્વ અને પૂર્વીય રાજસ્થાન, તેમજ બિહારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબના કેટલાક ભાગો, તામિલનાડુ તેમજ વિદર્ભમાં હળવો વરસાદ પડી શકે છે.
Site Admin | જૂન 25, 2024 2:55 પી એમ(PM) | વરસાદ | હવામાન