ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 25, 2024 10:33 એ એમ (AM)

printer

ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ- મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મૂલાકાતે છે.

ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ- મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મૂલાકાતે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતે માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી, પી.પી.પી. મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રી શ્રી બી. સી. જનાર્ધન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિશે જાણવામાં રસ દાખવ્યો હતો અને વિશદ ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને ગાંધીનગરનો રાજધાની તરીકે વિકાસ, સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન વગેરેના અદ્યતન નિર્માણ કામોની વિગતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લઈને ત્યાં નિર્માણાધિન કાર્યો નિહાળ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ