ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે હનુમાનજીને આદર્શ ભક્ત, આદર્શ યોદ્ધા, આદર્શ દૂત, આદર્શ જ્ઞાની ગણાવતા સાળંગપુર સ્થાનને સામાન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ સ્થાન ગણાવ્યું. શ્રી શાહ કાળીચૌદશ નિમિત્તે આયોજીત મારૂતિયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટમાંથી દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવૉટ ઊર્જા ઉત્પન્ન કરાશે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 2:12 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું
