ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તાલુકામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સ્થાનિક ગુનાશાખા- LCBએ ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ – S.I.T.ની રચના પણ કરવામાં આવી છે.ગોડાઉનમાંથી 21 લોકોના મૃતદેહ કબજે કરાયા હોવાનું બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. શ્રી મોદીએ કહ્યું, મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.
Site Admin | એપ્રિલ 2, 2025 9:29 એ એમ (AM)
ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનની દુર્ઘટનામા 21 મોત- ગોડાઉનના માલિક પિતા-પુત્રની ધરપકડ.
