ગુજરાતના પાટણની મેડિકલ કોલેજમાં પ્રેક્ટિસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મંથાનિયાનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ વિદ્યાર્થીનું મૃત્યુ એમબીબીએસ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રેગિંગને કારણે થયું હતું. મૃતક વિદ્યાર્થી સુરેન્દ્રનગરના જેસરા ગામનો રહેવાસી હતો. આ વિદ્યાર્થીનું ગત રાત્રે મેડિકલ કોલેજના પરિસરમાં જ મોત થયું હતું. મૃત્યુ પહેલા આપેલા નિવેદનમાં વિદ્યાર્થીએ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો ઉલ્લેખ કર્યો છે. કોલેજના ડિન દ્વારા જણાવાયું હતું કે વિદ્યાર્થીને ચક્કર આવવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં વિદ્યાર્થીનું મોત થયું હતું.. તેમણે ઉમેર્યુ હતું કે વિદ્યાર્થીએ મરણોત્તર નિવેદનમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા રેગિંગને કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 17, 2024 3:12 પી એમ(PM)