ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 6:55 પી એમ(PM) | cmo | cmo gujarat | oral complain | swar

printer

ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર મૌખિક ફરિયાદ નોંધાવી શકશે

25 ડિસેમ્બર સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને ઉપયોગી થાય તે માટે સીએમઓની વેબસાઇટ પર “રાઇટ ટુ સીએમઓ” માટે સ્પીચ ટુ ટેકસ્ટ સુવિધાને સજ્જ કરનાર SWAR પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ સાથે મળીને ભાષાના અવરોધો દૂર કરી ટેક્નોલોજીના ઉપયોગથી આ પ્લેટફોર્મ વિકસાવાયું છે. જેના થકી હવે ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે.
ઉલ્લેખનીય છે કે ટેક્નોલોજીથી સજ્જ આ પ્લેટફોર્મના માધ્યમનો વધુને વધુ નાગરિકો ઉપયોગ કરીને રાજ્ય સરકાર સુધી પોતાની ફરિયાદ પહોંચાડી શકશે. જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ