ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ભારતીય નૌકાદળ અને સરહદી સલામતી દળોની બાજ નજરને કારણે હવે નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારામાં ભય વ્યાપી ગયો છે. જેને કારણે આવા તત્વો દરિયાઇ વિસ્તારમાં જ નશાકારક પદાર્થોનો જથ્થો બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઇ જઇ રહ્યાં છે..જેના ભાગરૂપે કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.. કુંડી બેટ પાસેથી માદક પાદર્થના બે પેકેટ મળી આવ્યા હતા. આ બે પેકેટ સફેદ રંગના કોથળામાં મૂકવામાં આવ્યો હતો..અગાઉ પણ આ વિસ્તારમાં આવા જ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા. હાલમાં આ બંને પેકેટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:51 પી એમ(PM)