ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ પર્વનો આરંભ કરાવ્યો હતો..
પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર ‘સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ મંત્રીએ કર્યો હતો.
ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ, રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આજથી ૨૮ ઓગસ્ટ સુધી એટલે કે એક માસ સુધી ‘મોન્સૂન ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કર્યું છે. ‘મેઘ મલ્હાર પર્વ’ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી ‘રેઇન રન મેરેથોન’નો પણ પ્રારંભ કરાવાયો હતો.
Site Admin | જુલાઇ 29, 2024 3:46 પી એમ(PM) | સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪