આઈપીએલ ટી-20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું.પંજાબ કિંગ્સ દ્વારા નિર્ધારિત 244 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 232 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સાઈ સુદર્શને 74 રન બનાવ્યા હતા, જ્યારે જોસ બટલરે 54 અને શેરફેન રધરફોર્ડે 46 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી, જ્યારે માર્કો જેનસેન અને ગ્લેન મેક્સવેલે એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી રવિશ્રી નિવાસન સાઈ કિશોરે ત્રણ જ્યારે કાગિસો રબાડા અને રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સ તરફથી શ્રેયસ અય્યરે અણનમ 97 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રિયાંશ આર્યએ 47 અને શશાંક સિંહે અણનમ 44 રન બનાવ્યા હતા. અગાઉ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે, રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીના બરસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે
Site Admin | માર્ચ 26, 2025 9:19 એ એમ (AM)
ગુજરાતના અમદાવાદમાં રમાયેલી IPL ટી-20 ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું
