ગુજરાતના અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યૂરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. બે કિલો કેટામાઇન ડ્રગ્સ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.જેમાં એક વ્યક્તિને બેંગ્લોરથી અને ત્રણ નાઇજીરીયન નાગરિકોને દિલ્હીથી ઝડપી પાડ્યાછે. આડ્રગ્સ સેન્ડિકેટ વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ અમેરિકા કૂરિયરદ્વારા મોકલતા હતા. એનસીબીએ અદનાન નામના એક વ્યક્તિની પૂનાથી ધરપકડ કર્યા બાદતપાસમાં જાણવા મળ્યું હતું કે, અદનાનદિલ્હી સ્થિત નાઈજીરિયન ગેંગ સાથે મળીને ડ્રગ્સની હેરાફેરો કરતો હતો. જેથી એનસીબીએઅગાઉથી મળેલી બાતમીના આધારે દિલ્હીથી ત્રણ નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરી હતી. આઅંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:48 પી એમ(PM)