ગીર સોમનાથના તલાલા તાલુકામાં ધણેજ બાકુલા ગામ ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહને અનુલક્ષીને “સહ-અસ્તીત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ” વિષય પર એક સેમિનાર યોજાઇ ગયો. જેમાં જાહેર જનતા સાથે વન્યપ્રાણી સહ- અસ્તીત્વ બાબતે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના ભાગરૂપે વન વિભાગ અને જુનાગઢ રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે મફત નિદાન શિબિર તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 45 લાભાર્થીઓને PMJAY-આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. રકતદાન શિબિરમાં રક્તની 30 બોટલ એકત્રિત કરાઈ હતી અને આ નિદાન શિબિરનો લાભ તાલુકાના 977 દર્દીઓએ લીધો હતો.