ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી. ગીર સોમનાથના અમારા પ્રતિનિધી રાજેશ ભજગોતર જણાવે છે કે, આ ગૌચરની જમીન પર 10 દબાણકર્તાએ દબાણ કર્યું હતું. વહિવટીતંત્રએ કામગીરી દરમિયાન 3 લાખ 18 હજાર 731 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી દબાણ દૂર કર્યું હતું. તંત્રની આ કામગીરી હજી પણ યથાવત છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 10:37 એ એમ (AM)