ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી વધુ એક વાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઇ કાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સુત્રાપાડાના ધામળેજ ખાતે દરિયાકિનારાથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે
ગઈ કાલે ગીર સોમનાથ એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસના કર્મચારીઓ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે હુડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી દસ કીલો છસો ગ્રામ બિનવારસી ચરસના પેકેટો જપ્ત કર્યા હતા, જેનું મુલ્ય પાંચ કરોડ 30 લાખ રૂપિયા થાય છે.
આ સંદર્ભમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આસપાસના સમુદ્ર કાંઠામાં સુરક્ષા એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM) | aakshvani | Gujarat | news | newsupdate