ગીર સોમનાથ એજીઆર યોજના માટે આજથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાશે. આજે સવારે સાડા દસ વાગ્યાથી માંડીને 31 ઑક્ટોબર સુધી સાત દિવસ માટે, વહેલાના પહેલાના ધોરણે- વર્ષ 2024 -25 માટે ખેતીવાડીની એજીઆર 50 સહાય જોનામાં ટ્રેક્ટર માટે નોંધણી કરાવી શકાશે.
મહીસાગર જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર સહાય મેળવવવા ઈચ્છતા હોય તે માટે આઇ ખેડૂત પોર્ટલ આજથી ખુલ્લું મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ખેતીમાં મુશ્કેલ કામોના ભારણને ઘટાડવા, ચોક્કસ પરિણામો તેમજ કાર્યક્ષમ પાક ઉત્પાદન વધારવાની દિશામાં સરકાર આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓના લાભ આપે છે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 10:29 એ એમ (AM) | આઇ-ખેડૂત પોર્ટલ