ગીર સોમનાથ જિલ્લા ક્લેક્ટરના હસ્તે ગઈકાલે ઈકો સેન્સિટીવ ઝોનમાં આવેલા ગામોના 23 લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટની સહાય બાબતે સનદ વિતરણ કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, જામવાળા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના જામવાળા, જૂના ઉગલા અને નવા ઉગલા ગામનાં લાભાર્થીઓને હવે PMAY અંતર્ગત 1 લાખ 20 હજાર, મનરેગા યોજના અંતર્ગત આશરે 17 હજાર રૂપિયા અને SBM યોજના અંતર્ગત શૌચાલય અને બાથરૂમ સહાય તથા અન્ય લાભો મળવાપાત્ર થશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 10:09 એ એમ (AM) | eco sensitive zone | gir somath | sanad