ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 7:23 પી એમ(PM)

printer

ગીર ગઢડાના પતાપુર -કાંધી ગામેથી વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે

ગીર ગઢડાના પતાપુર -કાંધી ગામેથી વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતાં ૧ જેસીબી અને ૨ ટ્રેકટર મળી કુલ ૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે. આ બાબતે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ